કાંદાનાં તળિયે બેઠેલ ભાવને લીધે આર્થિક કટોકટીમાં સપડાયેલા નાશિક જિલ્લાનાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કાંદાની હોળી પ્રગટાવી હતી. જયારે યેવલાનાં માતુલઠાણ ગામનાં ખેડૂતે તો પોતાના ખેતરમાં દોઢ એકરમાં ઉગાડેલા કાંદાના પાકની હોળી કરી હતી. આખા દેશમાં સૌથી વધુ કાંદાનું ઉત્પાદન નાશિક જિલ્લામાં થાય છે. આ વખતે કાંદાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની આંખોમાં પાણી આવી ગયા છે. એટલે જ કાંદા એક-બૂ રૃપિયે કિલો વેંચવાની નોબત આવતા ખેડૂતો હાઇવે પર કાંદા ફેંકીને રસ્તા-રોકો આંદોલન કરવા લાગ્યા છે.
રવિવારે કેન્દ્રના પ્રધાન ભારતી પવારને ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવા કેન્દ્ર સરકાર પગલાં લે એવી અપીલ કરી હતી.કાંદા ઉત્પાદકોને કાંદાનાં ટેકાનાં ભાવ આપવા અને નિકાસ પર પ્રતિબંધ છે એ હળવા કરવાની ખેડૂતોએ અપીલ કરી છે. મુંબઇ-મહારાષ્ટ્રનાં જાલના જિલ્લામાં કાંદાની જેમ ટમેટાના પણ ગગડેલા ભાવથી નારાજ ખેડૂતોએ રસ્તા પર કાંદા ઢોળીને વિરોધ દર્શાવ્યો હતો. ટમેટા એક ક્રેટનો ભાવ ફક્ત 40 રૂપિયા મળવાથી ખેડૂતોએ કહ્યું હતું કે આટલી ઓછી કિંમતમાં ઉત્પાદન ખર્ચ પણ નીકળતો ન હોવાથી ફેંકી દેવાનું જ મુનાસીબ માન્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application