Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજનાનો લાભ લઇ પાકની જળવણી કરતા ખેડૂત

  • June 30, 2021 

રાજ્યના દરેક વર્ગના ખેડૂતો કૃષિ પેદાશોનુ સારુ ઉત્પાદન કરે છે પરંતુ કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે. ઉપરાંત લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો તેના લીધે પાકનો બગાડ થાય છે. જે ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દે છે. પાક ઉત્પાદનને બચાવવા રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે, પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય તે માટે ગોડાઉન ઉપલબ્ધ કરાવવુ જરૂરી છે. જેથી  ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ પણ કરી શકશે. ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુથી રાજ્યના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૦-૨૧થી જિલ્લા ખેતીવાડી વિભાગ અંતર્ગત અમલી બનાવવામાં આવી છે

 

 

 

 

સરકારની આ યોજનાનો લાભ લઇ આત્મનિર્ભર બનેલ તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના મેણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઇ મોહનભાઇ વસાવાની વાત કરીએ. તેઓ પાસે ૦.૮૮૬૭ હેકટર જમીન છે. તેઓને ખેતીના પાકની જાળવણી માટે ગોડાઉન બનાવવાની ઇચ્છા હતી. પરંતું આર્થિક સગવડ ન હોવાના કારણે તેઓ ના કરી શકયા. આ સમયે તેઓને રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજનાની જાણકારી મળી હતી. જે અન્વયે વિકાસભાઇએ આઇ-ખેડ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. તેઓની અરજી મંજુર થતા આ યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સ્પેશીફીકેશન મુજબ ૩૩૦ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર તેઓની જમીન ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. વિકાસભાઇ જણાવે છે કે,  ગોડાઉન તૈયાર કરતા મને પ્રથમ તબક્કામાં ૧૫ હજારની સહાય મળી છે. આ ગોડાઉનના કારણે મારા ખેતી પાકને કમોસમી વરસાદ અને વાવાઝોડાથી બચાવી શક્યો છું. મારા ખેતીને લગતા સાધનો યોગ્ય રીતે ગોડાઉનમા સાચવી શકુ છું. જેથી તેની ચોરી થવાના કે કોઇને ઇજા થવાની સંભાવના પણ રહેતી નથી. સાથે સાથે પાકની લણણી કરી ગોડાઉનમા જ સંગ્રહ કરી સાચવી રાખુ છુ તથા બજારમાં સારો ભાવ થતા વેચું છું જેથી મને ફાયદો થયો છે.

 

 

 

 

આ અગાઉ પાકને ઘરમાં રાખવો પડતો હતો જેને લાવવા લઇ જવામાં પણ ઘણો સમય અને મૂડીનો વ્યય થતો હતો. અને ઘણી સમસ્યાઓ થતી હતી. આ યોજનામાં ખેતરની અંદર જ ગોડાઉન બનાવ્યું છે જેથી ખુબ જ રાહત થઇ છે.  આ માટે હુ સરકાર, ગ્રામ સેવક તથા જિલ્લા ખેતીવાડી વિભાગનો હદયપુર્વક આભાર માનું છું.” રાજ્ય સરકારનો ઉદ્દેશ પાયાના ગરીબ ખેડૂતો, સ્ત્રીઓ અને નબળા વર્ગના ખેડૂતોની સહાય કરી તેઓનું જીવનધોરણ ઉપર લાવવાનો છે.  ખેડૂતોને સ્પર્શતી વિવિધ યોજનાઓ અમલમા લાવતા આ યોજનાઓની સહાય દ્વારા આજનો ખેડૂત આગળ વધી રહ્યો છે.જેનું ઉત્તમ ઉદાહરણ તાપી જિલ્લામાં જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application