Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને ડુંગળીની હરાજી પણ કરી બંધ

  • December 16, 2023 

ગુજરાતનાં ખેડૂતો ડુંગળીના કારણે રડી રહ્યાં છે. ડુંગળીની ખેતી કરતા સરકારના નિર્ણયના લીધે પરેશાન છે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાની ચિંતા સતાવવા લાગી છે. બે દિવસથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ અને મહુવા પથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો તો વિસાવદરમાં પણ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠલવીને રોષ વ્યક્ત કર્યો હતો.



ગોંડલ પંથકનાં ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે, દેશભરમાં માત્ર કર્ણાટકમાં નિકાસબંધી નથી જે અન્યાયી છે. ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. માર્કેટના બંને દરવાજા બંધ કરી દેવાયા છે. યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી જવાના લીધે ચક્કાજામ થઈ ગયા છે. સરકાર અને યાર્ડના સંચાલકો વિરુદ્ધ ખેડૂતો ગુસ્સો કાઢી રહ્યાં છે.



રાજકોટના ગોંડલ યાર્ડની અંદર અને બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે પણ વિરોધ યથાવત છે ત્યારે પોલીસે ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગુરુવારે માર્કેટ યાર્ડ થયેલા 55,000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ છે. યાર્ડના મુખ્ય ગેટની સામે ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેઈટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. યાર્ડના બંને ગેટ બંધ થતા બહાર વાહનોની કતાર લાગી ગઈ છે. બીજી તરફ જુનાગઢના વિસાવદરમાં ડુંગળીની સારી કિંમત નહીં મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. હાઈવે પર ચક્કાજામ કરી દેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application