સુરત જિલ્લાનાં માંગરોળનાં મોટી પારડી જમીનના સોદા બાદ સુરતના ખેડૂત પાસેથી ૧૩.૫૦ લાખ રૂપિયા પડાવી દસ્તાવેજ નહીં કરી આપતા ખોલવડનાં ૬ શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધાયો હતો. મળતી માહિતી મુજબ, મોટી પારડી ગામે બ્લોક નં.૩૪ વાળી જમીન ખરીદવા સુરત કતારગામની અક્ષરધામ સોસાયટીમાં રહેતાં નાનજીભાઈ ભુરાભાઈ વિરાણી (ઉ.વ.૬૨) સાથે ૪૦ લાખ રૂપિયામાં સોદો થયો હતો.
નાનજીભાઈએ તેના ૧૧ લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. ત્યાર બાદ કાચો વેચાણ દસ્તાવેજ તૈયાર કરી ખેડૂતનાં સહી અંગુઠા તથા ફોટો મેળવી લેવાયા હતા. ત્યાર પબાદ માંગરોળ ખાતે આવેલી સબ રજીસ્ટર કચેરીમાં નાનજી વિરાણીને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડીજીવીસીએલનો પાવર નહીં હોવાનું કહી માંગરોળ સબ રજીસ્ટર કચેરીમાં નોંધણી થઈ ગયેલાની પહોંચી મેળવી નાનજીભાઈને મોબાઈલ ફોનનાં વ્હોટ્સએપ ઉપર મોકલી આપવા ખાતરી આપી હતી. જે પેટે વધુ ૨.૫૦ લાખનો બેંકનો ચેક વટાવી લીધો હતો.
ત્યાર બાદ નાનજીભાઈએ વારંવાર દસ્તાવેજની માંગણી કરી હતી પરંતુ આવો કોઈ દસ્તાવેજ નહીં થયો હોવાનું અને પોતાની પાસે ૪૦ લાખનાં સોદા પૈકી ૧૩.૫૦ લાખ પડાવી લીધા જણાતા નાનજી વિરાણીએ કોસંબા પોલીસે સુફીયાન લાખાણી અને લતીફ પસન મુલતાની (રહે.૪૦૧ જયાન હાઇટ્સ પટેલ ફળીયુ મેઇન બજાર ખોલવડ ગામ તા.કામરેજ) તથા પ્રજેશ હસમુખ પટેલ હાલ (રહે.ક્રિષ્ના રેસીડેન્સી મેકડોનાલ્ડની બાજુમાં ખોલવડ ગામ, કામરેજ), અસલમ નસરૂદ્દીન ગરાશીયા હાલ (રહે.બાવળ ફળીયુ ખોલવડ ગામ, કામરેજ) તેમજ ઈરફાન રહીમ મલેક (રહે.એસ.આર.પી કેમ્પની સામે વાવ ગામ, કામરેજ) તથા અલ્લારખા વિરુદ્ધ ફરિયાદી નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500