ચીખલીનાં પીપલગભણ ગામનાં ગાંધી ફળિયામાં જમીનમાં તાર ફેન્સિંગ બાબતે કહેવા જતા ખેડૂતને માર મારતા અને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી હતી. મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાનાં પીપલગભણ ગામના ગાંધી ફળિયા ખાતે રહેતા હર્ષદભાઈ લલ્લુભાઈ આહીર (ઉ.વ.૪૮) સોમવારે બપોરે ખેતરમાં બકરા ચરાવવા માટે ગયા હતા અને ખેતરની બાજુમાં સંદીપ દુર્લભભાઈ કોળી પટેલનું ખેતર છે જે પોતાના ખેતરની ફરતે તાર ફેન્સીંગ કરતા હતા જે તાર ફેન્સિંગ તેમની જમીનની હદમાં આવતું હોવાથી સંદીપ પટેલને આ નવા તાર ખૂંટા અમારી જમીનની હદમાં કેમ લગાવ્યા છે.
જોરથી ધક્કો મારતા ફેન્સિંગના તારથી હથેળી કપાઈ જતા તેમજ આંગળીમાં ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું તેમ છતાં ગાળો આપી ઢીકમુક્કીનો મારમારી અને જમીન પર નીચે પાડી તું મને તાર ખૂંટા બાબતે કંઈ પણ કરશે તો હું તને જાનથી મારી નાંખીશ અને તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી અને ત્યાંથી નીકળી જતા હર્ષદભાઈને સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત મારીમારીમાં હર્ષદભાઈ આહીરની ફરિયાદમાં પોલીસે સંદીપ દુર્લભભાઈ કોળી પટેલ (રહે.આમધરા મોટી કોળીવાડ તા.ચીખલી જી.નવસારી) વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application