Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના સાકરદા પાસે થયેલી લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગુમરાહ કરનારો ઝડપાયો

  • June 09, 2021 

મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતા એક વેપારીની બાઈકને પાછળથી ટક્કર મારી ઉભો રાખ્યો હતો. એ પછી ચાર લૂંટારા પૈકીના એકે વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી એના હાથ માંથી 3,35,000/- ની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે તાપી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ પ્રમાણે સમગ્ર કેસ સોલ્વ કરી ફરિયાદી જ આરોપી પુરવાર કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

 

 

 

 

 

તાપી એલસીબી પાસે આવતા ટીમને સમગ્ર ઘટના નાટ્યાત્મક હોવાનું અને ભેદ-ભરમ ઉભો થાય તેવું હોય આથી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ થી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે એલસીબી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતો ભેરારામ તગારામ માળીએ દોઢ-બે માસ પૂર્વે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબી ફરિયાદ નોંધાવી હતી કે વેપારી ભેરારામ તગારામ માળીએ સુરતના અન્ય વેપારી પાસે કુલ 3,35,000/- ની રોકડ રકમ લઇ ઉચ્છલના ધજ ગામે વાડીના માલિકને ભાડું ચૂકવવા માટે બાઈક લઈ નીકળ્યો હતો તે વેળાએ અજાણ્યા લુટારુઓએ વેપારી ભેરારામના આંખમાં મરચાની ભૂકી નાખી ખિસ્સામાં રહેલ બે મોબાઈલ કાઢી ચારે લૂંટારા બાઈક લઇ નાસી ગયા હતા. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જે કેસ તાપી એલસીબી પાસે આવતા ટીમને સમગ્ર ઘટના નાટ્યાત્મક હોવાનું અને ભેદ-ભરમ ઉભો થાય તેવું હોય આથી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ થી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

પાર્ટનર સાથે રૂપિયાની લેતીદેતી અંગે મન દુઃખ હોય, લુટ થયા હોવાનો સ્વાંગ રચી લૂંટ ની ખોટી ફરિયાદ નોંધાવી 

શકના દાયરામાં રહેલ ફરિયાદી ભેરારામ તગારામ માળીની ઉલટ તપાસમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને પાર્ટનર સાથે રૂપિયાની લેતીદેતી અંગે મન દુઃખ હોય, લુટ થયા હોવાનો સ્વાંગ રચી લૂંટ ની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસ ને ગુમરાહ કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ અર્થે ભેરારામ માળીનો કબજો લઇ આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા છે.

 

 

 

 

 

લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગુમરાહ કરનારને ઝડપી પાડવા પ્રસંસનીય કામગીરી કરનાર તાપી પોલીસના જવાનો 

લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ-આર.એમ.વૈસેયા, હેડકોન્સ્ટેબલ સ્નેહલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ, રાજેશભાઈ, આત્મારામભાઈ , વિનોદભાઈ, 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application