દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો હતો જોકે આ નકલી CID અધિકારી કાર પર લાલ લાઈટ-સાયરન લગાવી રોફ જમાવતો હતો. પોલીસનાં વાહન ચેકિંગ દરમિયાન નકલી આઈકાર્ડ ચેક કરતાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે નકલી CID અધિકારીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં પોલીસના નાઈટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતી વખતે દિગ્વિજયસિંહ પરમાર નામનો નકલી CID અધિકારી ઝડપાયો હતો. કાર પર લાલ લાઈટ-સાયરન લગાવીને પોતાને CID અધિકારી જણાવતા વ્યક્તિ પાસેથી નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે આરોપીની કારમાં તપાસ કરતાં ઠંડા પીણાની બોટલમાંથી વિદેશી દારૂ અને બિયરના ત્રણ ટીન પણ મળી આવ્યા હતા. નકલી CID અધિકારી બની લોકો સમક્ષ રોફ બતાવતો આરોપી દિગ્વિજયસિંહ અમદાવાદના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application