Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

FDAએ રૂપિયા 1 કરોડની કિંમતનું મિલાવટી તેલ અને મીઠાઇનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

  • June 02, 2023 

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મિલાવટી ખાદ્યપદાર્થો અને ભેળસેળવાળા તેલ સામે હાથ ધરેલી ઝુંબેશ હેઠળ જુદી જુદી જગ્યાએથી લગભગ એક કરોડની કિંમતનું મિલાવટી તેલ અને મીઠાઇનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ઘાટકોપરના ઓઇલ ડેપોમાં, ચિંચબંદરના શુદ્ધ ઘી ભંડારમાં તેમજ દહીંસરની એગ્રો કંપનીમાં કાચી ઘાણીના તેલમાં ભેળસેળ થતી હોવાનું એડિબલ ઓઇલના નમૂના લેબોરેટરીમાં તપાસવામાં આવ્યા પછી જાણવા મળ્યું હતું.


એફ.ડી.એ.નાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મિલાવટી ખાદ્યતેલ મોટે ભાગે છુટકમાં વેંચવામાં આવતું હતું અને હોટેલો તેમ જ રેસ્ટોરાંને પહોંચાડવામાં આવતું હતું. આખા મુંબઇમાંથી ખાદ્યતેલના નમૂના એકઠા કરીને તપાસવામાં આવતા 25 ટકા તેલમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એફ.ડી.એ.ના જોઇન્ટ કમિશનર શશિકાંત કેંકરેએ જણાવ્યું હતું કે, પ્રશાસન પાસે મનુષ્યબળની કમી હોવા છતાં અમે પ્લાનિંગ સાથે તપાસ ઝુંબેશ આદરી લોકોના આરોગ્ય માટે જોખમી મિલાવટી ખાદ્યતેલ અને ખાદ્યપદાર્થો પકડતા રહીએ છીએ.


ખાદ્યતેલમાં જરાક પણ ભેળસેળ જણાય કે તરત એફ.ડી.એ.માં ફરિયાદ કરવાની નાગરિકોને અપીલ કરવામાં આવી છે. વધુમાં વધુ ભેળસેળ છુટક વેંચાતા તેલમાં થાય છે. આમ છતાં ક્યારેક બ્રાન્ડેડ તેલમાં સુદ્ધા મિલાવટ માલૂમ પડે ત્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે એમ એફ.ડી.એ. સત્તાવાળાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application