ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કોશીમદા ગામની પ્રાથમિક શાળા ખાતે શુભમ નેત્રસેવા ટ્રસ્ટ, સીતાપુર દ્વારા ગામ તારીખ 15 ડિસેમ્બર 2024 નાંરોજ નેત્ર શિબિર યોજાઇ હતી. આ નેત્ર શિબિર અંકિતસિંહ પૂષ્યેન્દ્રસિંહ રાજપૂત, ડોલવણનાં સૌજન્યથી જનસેવા અર્થે યોજવામાં આવી હતી. આ શિબિરમાં ગામના સરપંચ, ઉપસરપંચશ્રી તથા ટ્રસ્ટનાં પ્રમુખશ્રીનાં હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ શિબિરમાં કુલ 201 જેટલા દર્દીઓની તપાસ થઈ હતી. જેમાં 39 મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ 74 જેટલા નિ:શુલ્ક ચશ્મા અને 38 દર્દીઓને 62 નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application