છેલ્લા અઢી દાયકા જેટલા સમયથી સામાન્ય પ્રજાજનો ની હાલત અત્યંત કફોડી બની છે સામાન્ય પ્રજાજનો માટે દૈનિક જીવન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે દિનપ્રતિદિન પેટ્રોલ-ડીઝલ રાંધણગેસ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાને લીધે ગુજરાતની પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે કોરોના જે વિપરીત પરિસ્થિતિમાં પડ્યા પર પાટું જેવો અનુભવ જનતા કરી રહી છે ત્યારે જન આંદોલનને વાચા આપવા માટે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કારોબારી મીટીંગ મલેકપુર ગામે અંજુમન હાઈસ્કૂલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય આનંદ ચૌધરી તેમજ સુરત જિલ્લા પંચાયત માજી વિપક્ષ નેતા દર્શન નાયક ની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ સોમવારે પલસાણાના મલેકપુર ગામે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કારોબારી મીટીંગનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ સુરત જિલ્લા પંચાયતના માજી વિપક્ષ નેતા દર્શન નાયક સહિતનાઓએ હાજર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે દર્શન નાયક દ્વારા મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ગરીબ ગામડાના ખેડૂત અને મધ્યમ વર્ગીય પરિવારોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ આંદોલનને આવતા દિવસોમાં ગામડે ગામડે દરેક ગલી ગલી સુધી લઇ જવાનો ઠરાવ કર્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે ગામે ગામ કોરોનાને કારણે શહીદ થયેલા પરિવારજનોને સાંત્વના પાઠવવા તેમજ શોક સંદેશો પાઠવવા અને ગામ સમસ્ત સામૂહિક શ્રધ્ધાંજલિના કાર્યક્રમોથી દુઃખમાં ભાગીદાર થઈ તેના પરિવારજનોને કાયદાથી સુનિશ્ચિત કરેલુ વળતર મળે એના માટેના કાર્યક્રમને આગળ ધપાવવા આયોજન કરવામાં આવશે નું જણાવવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાન અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, વ્યારાના ધારાસભ્ય પુનાજી ભાઈ ગામીત, દર્શનભાઈ નાયક, માજી ધારાસભ્ય અનિલ કંટાળી. પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રદેશ મંત્રી ભાવિનભાઈ, કેશવ ભાઈ રાઠોડ, પલસાણા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ સેજલબેન સરવૈયા, રસિકભાઈ મલેકપુર અને ઉકાભાઇ રાઠોડ સહિતના કાર્યકર્તાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500