Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી બાઈક પર લઇ જવાતો ઈંગ્લીશ દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર

  • July 10, 2021 

તાપી જિલ્લા એલસીબી પોલીસે એક બાઈકનો ફિલ્મી ઢભે પીછો કરી બાઈક પર લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીઓ નાશી છૂટ્યા હતા.

 

 

 

 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે શુક્રવારે સાંજે સોનગઢના દશેરા કોલોની પાછળ આવેલ રસ્તા પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક બાઈક ઉપર બે ઈસમો પોતાની વચ્ચે એક કંતાનનો કોથળો મુકેલ હોય તેઓ પર પ્રોહી ગુના અંગે શંકા જતા એલસીબીએ તેમનો ફિલ્મી ઢભે પીછો કર્યો હતો જોકે બાઈક નંબર જીજે/05/એનજી/7364 ના ચાલકે પોતાની કબ્જાની બાઈક લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાઈક રસ્તાની બાજુમાં ઉતરી જતા સ્થળ પરજ બાઇક છોડી બંને ઈસમો નાશી છૂટ્યા હતા.

 

 

 

 

સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા બાઈકના બાજુમાં પડેલ કોથળામાંથી ઇંગ્લિશ દારૂની કુલ 72 બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરીયાદના આધારે દારૂ અને બાઈક મળી કુલ રૂપિયા 24,800/- નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બંને ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application