સોનગઢના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કાર્યરત બોરીસાવર-ઘાંસીયામેઢા પાણી પુરવઠા જૂથ યોજના સાથે સંકળાયેલા કરાર એજન્સી આધારિત કર્મચારીઓએ તેઓને ધારા ધોરણ મુજબ પગાર, બોનસ અને પીએફ સહિત અન્ય સગવડો મળતી ન હોવાની જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. જિલ્લા કલેક્ટરને થયેલી લેખિત ફરિયાદમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે સુરતની એજન્સીના નેજા હેઠળ તેઓ છેલ્લા ૬ વર્ષથી બોરીસાવર-ઘાંસીયામેઢા જુથ પાણી પુરવઠા યોજનામાં કામ કરે છે તેમને બોનસ મળતું નથી. કોન્ટ્રાક્ટરે કર્મચારીને સેફ્ટી કીટ પૂરી પાડેલ નથી. માંગ ન સંતોષાય તો બોરીસાવર-ઘાંસિયામેઢા પાણી પુરવઠા જુથ યોજનાની પંપિંગ પ્રક્રિયા અટકાવી દેવાની ચીમકી કર્મચારીઓએ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application