Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના અને પુણા માંથી જુગાર રમતા ૧૧ ઝડપાયા

  • October 13, 2020 

ઉધનામાં સોનલ સોસાયટીમાંથી અને પુણામાં શ્રેયા હાઈટ્સમાંથી જુગાર રમતા અગિયાર જણાને પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા ૨૮,૩૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

ઉધના પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયેશ ઈન્દ્રજીતે મળેલી બાતમીના આધારે સોનલ સોસાયટીમાં રેડ પાડી ઓટલા ઉપર જાહેરમા જુગાર રમતા બ્રહ્મદેવ સરોજ, ભારત બાવિષ્કર, ગજાનંદ પાટીલ, ચંદ્રકાંત ચૌધરી અને ગણેશ કોયતેને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૧૭,૭૫૦/- કબજે કર્યા હતા.

 

જયારે પુણા પોલીસે શ્રેયા હાઈટ્સ પાસેથી જુગાર રમતા કૈલાશ ગૌત્તમ, દિપકુમાર ગૌતમ, સંજયકુમાર ભારદ્રાજ, જીતેન્દ્રકુમાર ભારદ્રાજ દુર્ગાપ્રસાદ શ્રીકાંતાપ્રસાદ, પ્કકાશ ભારદ્રાજને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૧૦,૫૩૦ કબજે કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application