તાપી જિલ્લામાં ગત દિવસોમાં ખાલી પડેલ 7 તાલુકાની 06 અને તાપી જિલ્લા પંચાયતની 01 બેઠકનું ઇલેક્શન યોજાશે જેમાં જિલ્લા પંચાયત કરંજવેલ અને તાલુકા પંચાયત વ્યારામાં ઘાટા, કેળકુઈ અને બાલપુર તેમજ ડોલવણ તાલુકામાં બેડારાયપુરા, સોનગઢ તાલુકામાં ખેરવાડા અને નિઝર તાલુકામાં શાલે એક પર આગામીના દિવસો માં પેટા ઇલેક્શન યોજાશે.
તાપી જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થતા રાજકીય ગરમાટો આવી ગયો છે. તાપીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના આગેવાનો એ ઉમેદવારો શોધવા અને મતદારો રીઝવવા માટે કામગીરી હાથ ધરી દીધા હતી. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકામાં ખાલી પડેલ જિલ્લા તાલુકા પંચાયતની ખાલી બેઠકોમાં 16-કરંજવેલ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી અને તાલુકા પંચાયતોની ખાલી બેઠકોમાં વ્યારા તાલુકાની 7 -ઘાટા, 14-કેળકુઇ, 1-બાલપુર, સોનગઢ તાલુકાની 13-ખેરવાડા, નિઝર તાલુકાની 12 શાલે-1ની અનુસૂચિત આદિજાતિ અને ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરાની અનુસૂચિત જાતિ બેઠકોની પેટા ચૂંટણી યોજવા તૈયારી હાથ ધરી હતી.
મતગણતરી 5 ઓક્ટોબરે કરાશે….
તાપીમાં જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તા.13/09/21, ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તા.18/09/21, ઉમેદવારો પત્રોની ચકાસણી માટેની તા.20/09/21, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની તા.21/09/21, મતદાન તારીખ તથા સમય 03.10.21 (રવિવાર) સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી, પુનઃમતદાનની (જો જરૂરી હોય તો) 04.10.21, મતગણતરીની 05.10.21 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.08.10.21 રાખવામાં આવી છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500