ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે રહેતા હરેશભાઈ રતનભાઈ ગાવિત (ઉ.વ.૩૨) ઈકો કારમાં પોતાના પરિવાર સાથે સુરત ખાતે હરવા ફરવા તથા સરસામાન લેવા ગયા હતાં અને ત્યાંથી બારડોલી-વ્યારા-ભેંસકાતરી થઈ પરત આહવા જતા હતાં.
તે દરમિયાન સરવર ગામની સીમમાંથી પસાર થતા હતાં. તે વખતે તેમની કારમાં કોઈ ખામી આવી જતા તેમની પત્ની તથા બાળકોને નીચે ઉતારી દઈ ગામમા કોઈ કારીગરને શોધવા જતા હતા. ત્યારે સરવર ગામ નજીક ગરનાળા પાસે એકાએક આકસ્મિક રીતે તેમની કારના બોનેટમા શોર્ટસર્કિટ થતાની સાથે જ આગ લાગી ગઈ હતી. જે આગની ઝાળથી હરેશભાઈ જમણા પગના ઘુટલ નીચે નળાના ભાગે દાઝી ગયા હતાં તથા આખી ઈકો ગાડી સળગી ગઈ હતી. બનાવ અંગે હરેશભાઈએ વઘઈ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application