નવસારીનાં ખેરગામ તાલુકાનાં જામનપાડા ડુંગરી ફળિયામાં આવેલ ડુંગર ઉપર માવલી માતાનાં મંદિરના ઉપરના ભાગે શ્રીજી કવોરી તરફ જતા માર્ગ ઉપર તૃપાસકુમાર પટેલ તેની પેમિકા સાથે ફરવા ગયા હતા. આ દરમિયાન ત્યાં આવેલા અજાણ્યા ઈસમે ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની નોબત આવી હતી. પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, તૃપાસકુમાર ગણેશભાઈ પટેલ (રહે.પાણીખડક હાઈસ્કૂલ ફળિયા, તા.ખેરગામ)એ ખેરગામ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે તેની પ્રેમિકા સાથે તાલુકાનાં જામનપાડા ડુંગરી ફળિયામાં ડુંગર ઉપર આવેલા માવલી માતાના મંદિરના ઉપરના ભાગે શ્રીજી કવોરી તરફ જતા કાચા માર્ગ ઉપર તારીખ ૨૨ એપ્રિલ નારોજ બપોરના અરસામાં તેની પ્રેમિકા સાથે બેસીને વાતચીત કરી રહ્યો હતો.
ત્યારે એક અજાણ્યો ઈસમ આશરે ૩૫થી ૪૦ વર્ષની ઉંમરનો રંગે ઘઉં વર્ણ, માથામાં ટૂંકા વાળા, સફેદ કલરનું શર્ટ પહેરેલા અજાણ્યો ઈસમે અને પીઠ પાછળ કાળા કલરની બેગ વાળાએ તૃપાસને બોલાવી તમે કોણ છો ક્યાંના છો અહીં શું કરો છો? તેમ કહી નાલાયક ગાળો આપી કરી પાછા અહીં દેખાશો તો તમને છોડીશ નહીં અને જાનથી મારી નાંખીશ તેમ કહી આગળ ક્વોરી તરફ જતા રસ્તા બાજુ ગયો હતો. અને હું મારી બાઈક લેવા ગયો હતો ત્યારે અચાનક પાછળથી દોડી આવી ક્યાંકથી ચપ્પુ લાવી તેના હાથ વડે મોટું દબાવી અને બીજા હાથથી ચપ્પુ ગળાના નીચેના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે ઈસમને હું જોવાથી ઓળખી શકુ છું ઉપરોક્ત હુમલાને પગલે તુપાસને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની નોબત આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500