Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલણ સ્વીકારવામાં આવશે, રાજ્યમાં નવીન ૨૦ ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે

  • July 08, 2023 

રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં ૨૦ નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી.હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ આઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.


ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે.

તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ,સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા,કુકાવાવ અને ખાંભાજે.એમ.એફ.સી. કોર્ટ ખાતે,બનાસકાંઠામાં સુઇગામ અને દાંતાખાતે,અમદાવાદમાં ધોલેરા ખાતે,સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ,ભાવનગર,દાહોદ,પોરબંદર,તાપી,ગીરદાહોદ,સુરેન્દ્રનગર,પાટણ,સાબરકાંઠા,જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છેકે,ચલણ ઇસ્યુ થયા બાદ ૯૦દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application