ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રૂચડ એ કહ્યું હતું કે, દેશના તમામ નાગરિકોને ન્યાયિક પ્રક્રિયાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ અદાલતોમાં "ઈ-સેવા કેન્દ્રો' ખોલવામાં આવ્યા છે. ભારતના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન "ઈ-સેવા કેન્દ્ર'નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ન્યાયતંત્ર ટેક્નોલોજીને અપનાવે છે. અમે તમામ અદાલતોમાં "ઈ-સેવા કેન્દ્ર' પણ શરૂ કર્યા છે તે સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ નાગરિક ન્યાયિક પ્રક્રિયામાં પાછળ ન રહી જાય. ટેક્નોલોજીનો અર્થ એ નથી કે આપણે ખુદને નાગરિકોથી દૂર કરી દઈએ. CJIએ કહ્યું કે, અમારા દરેક પ્રયાસમાં અમારા નાગરિકોની સમાન ભાગીદારી છે. ગત બંધારણ દિવસના અવસરે રાષ્ટ્રપતિએ કેદીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં CJIએ કહ્યું કે, અમે અમારી ન્યાયિક પ્રક્રિયાને દરેક માટે સરળ અને વધુ સુલભ બનાવી રહ્યા છીએ, જેથી દરેક તેનો લાભ લઈ શકે અને લોકોને બિનજરૂરી રીતે જેલમાં તેમના દિવસો પસાર ન કરવા પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application