Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષણ અને સામાજિક જાગૃતતાનાં કારણે ભારતીય વસતીનો વૃદ્ધિદર ઘટવા લાગ્યો

  • September 05, 2022 

દેશમાં વસ્તી નિયંત્રણને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ આ મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમણે કહ્યુ કે, એજ્યુકેશન અને સોશિયલ અવેરનેસનાં કારણે ભારતની વસતીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એક ઈવેન્ટ દરમિયાન વિદેશ મંત્રીએ સંબોધન દરમિયાન કહ્યુ કે, ભારતીય વસતીનો વૃદ્ધિદર ઘટવા લાગ્યો છે. આના અમુક કારણ છે, જેમાં શિક્ષણ, સામાજિક જાગૃતતા અને સમૃદ્ધિ સામેલ છે.




દેશમાં હવે દરેક પરિવારનો આકાર સમય સાથે નાનો થતો જઈ રહ્યો છે. એસ.જયશંકરે ગુજરાતની આ ઈવેન્ટમાં રવિવારે પોતાની બુક 'ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીજ ફોર એન અનસર્ટેન વર્લ્ડ' ને ગુજરાતી ભાષામાં લોન્ચ કરી. આ દરમિયાન તેમણે વસતી સાથે જોડાયેલા અમુક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી અને કહ્યુ કે શિક્ષણ, સામાજિક જાગૃતતા અને સમૃદ્ધિ જેવા કારણોના કારણે ભારતની વસતીમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે.



આઝાદી બાદથી ભારતે પોતાના વસ્તી વિષયક માળખામાં ખૂબ વધારે પરિવર્તન જોયુ છે. દેશનુ વસ્તી વિષયક માળખુ, વસ્તી વિસ્ફોટ (વસતી ગણતરી 1951) માંથી પણ પસાર થયુ છે. કુલ પ્રજનન દર (ફર્ટિલિટી રેટ)માં પણ ઘટાડો જોવા મળ્યો છે. જુદા-જુદા મૃત્યુદર સૂચકાંકમાં ઘણો સુધારો થયો છે. જોકે લિવિંગ સ્ટાન્ડર્ડમાં સુધારો કરવો, સ્કિલ અને ટ્રેનિંગ આપવી, રોજગાર પેદા કરવાના મામલે વસ્તી વિષયક લાભ પ્રાપ્ત કરવામાં હજુ ઘણા અવરોધો છે.



UN વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ (WPP) 2022 અનુસાર ભારત 2023 સુધી 140 કરોડ વસતીની સાથે ચીનને પાછળ છોડશે અને દુનિયાનો સૌથી વધારે વસતીવાળો દેશ બની જશે. ભારતમાં અત્યારે વિશ્વની વસતીનો 17.5 ટકા ભાગ વસે છે. WPPનુ એ પણ અનુમાન છે કે, ભારતની વસતી 2030 સુધી 150 કરોડ અને 2050 સુધી 166 કરોડનો આંકડો પાર કરી લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application