સુરત જિલ્લાનાં કાકરીયા ગામની સીમમાં વલવાડાથી વેલણપુર જવાના રોડ પર વિજયભાઈ સોમાભાઈ લહરી (ઉ.વ.૩૦) તેની પત્ની રીનાબેન (બંને હાલ રહે.ઓરણા ગામ, તા.કામરેજ, સરકારી દવાખાના પાસેના પડાવમાં, મૂળ રહે.મોખામાળ, પટેલ ફળિયું, તા.સુબીર, જિ.ડાંગ) સાથે શેરડી કાપવાની મજૂરી કામ કરતા હતા.
આ દંપતી પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર જીજે/૦૫/એનએ/૨૩૩૦ પર સવાર થઈને જઈ રહ્યું હતું. તે સમયે તેમની મોટરસાઈકલ કાકરીયા ગામની સીમમાં સ્લીપ ખાઈને પલટી મારી ગઈ હતી. જોકે અકસ્માતમાં દંપતી રોડ પર પટકાતા વિજયભાઈ લહરીને માથા સહિત શરીરનાં અન્ય ભાગે જીવલેણ ઈજા પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્ની રીનાબેનનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે મહુવા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500