વલસાડ જિલ્લાના પારડી હાઇવે પરથી ટ્રેલરમાં લઈ જવાતો ૨.૨૦ લાખનો દારૂ જપ્ત કરી પોલીસે ચાલકની અટકાયત કરી હતી. આ સાથે જ પ્રોહિ.ના આ ગુનામાં બે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે નેશનલ હાઇવે નંબર ૪૮ વિશ્રામ હોટલ સામે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી.
ત્યારે ટ્રેલર ટ્રક નંબર એચઆર/૫૫/એઆઈ/ ૮૬૬૭ આવતા પોલીસે તેને અટકાવ્યું હતુ. ત્યારબાદ પોલીસે ટ્રેલરમાં તપાસ કરતા પૂંઠાના બોક્સ નંગ ૪૭માં મુકાયેલી દારૂની બોટલ નંગ ૧૯૨૦ (કિંમત ૨.૨૦ લાખ) મળી આવી હતી. જે બાદ પોલીસે વાહનચાલક ઈર્શાદ ખુરશીદ શકુર ખાન (રહે. રાજસ્થાન)ની અટક કરી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા ભીલાડ બોર્ડર ઉપરથી માહી નામની મહિલાએ વાહનમાં દારૂનો જથ્થો ભરાવી આપી સુરત ખાતે ફાતિમા નામની મહિલાને પહોંચાડવાનો હોવાનું તેણે કબૂલ્યું હતું. આથી પોલીસે બંને મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી. આમ, પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર અને મોબાઈલ ફોન સહિત કુલ ૩૨.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application