Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીલાડમાં ટ્રાન્સપોર્ટનાં સામાનની આડમાં લઈ જવાતા દારૂનાં જથ્થા સાથે ચાલક પકડાયો

  • March 02, 2025 

વલસાડ જિલ્લાનાં ભીલાડ કાદરી હોટલ પાસે દમણથી રાજકોટ તરફ ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે પોલીસે ચાલકને પકડી પાડયો હતો. આ કિસ્સામાં અન્ય ૩ને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ કિસ્સામાં પોલીસે કુલ ૩૧,૯૫,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેને બાતમી મળી હતી કે, ટેમ્પો નંબર GJ/27/TD/0493માં દમણથી દારૂ ભરીને ભીલાડ નેશનલ હાઈવે નંબર-૪૮ થઈ રાજકોટ તરફ જનાર છે.


જેથી પોલીસની ટીમે ભીલાડ ને.હા.નં.૪૮ ઉપર સુરતથી મુંબઈ જતા રોડ ઉપર આવેલી હોટલ કાદરી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીવાળો ટેમ્પો આવતા તેને ઉભો રખાવી તપાસ કરાવાતા ડેરીનો અલગ અલગ ટ્રાન્સપોર્ટ કપંનીમાંથી મોકલાયેલો સામાન (કિંમત ૧૪,૯૨,૧૦૯) મળ્યો હતો. જોકે તે પછી ટેમ્પોમાં વધુ તપાસ કરાઈ તો સામાનની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો (કિંમત ૬,૯૮,૪૦૦) મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે ટેમ્પો કબજે લઈને ચાલક કિશન ઉર્ફે ઓધડ બાબુભાઈ જોરીયા (રહે.રાજકોટ, ચુનાડાવાડ ચોક)ને પકડી પાડી અંગઝડતી લીધી હતી. જે વેળા એક ફોન મળી આવ્યો હતો. આ કિસ્સામાં પોલીસે કુલ ૩૧,૯૫,૫૦૬/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચાલકની વધુ પૂછપરછ કરાતા માલ મંગાવનાર અને ભરાવનાર બાપુ (રહે.રાજકોટ) અને બે અજાણ્યા ઇસમોની આ ગુનામાં સંડોવણી બહાર આવી હતી. તેથી તે ત્રણેયને વોન્ટેડ જાહેર કરાયા હતા. ઘટના અંગે ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application