સુરત જિલ્લાનાં પલસાણા તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે નેશનલ હાઈવે ૪૮ પરથી રૂપિયા ૨.૭૦ લાખથી વધુનો દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકા પોલીસ મથકની ટીમ ગત રોજ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક બંધ બોડીનો ટેમ્પો નંબર જીજે ૧૫ એવી ૧૩૯૦ માં વિદેશી દારૂ ભરી ટેમ્પો સુરત તરફ જઈ રહ્યો છે. આ બાતમીને આધારે પલસાણા પોલીસની ટીમે ગુજરાત ઈકો ટેક્ષટાઈલ્સ પાર્કની સામે નેશનલ હાઇવે ૪૮ પર વોચ ગોઠવી બાતમી વાળા ટેમ્પાને કબજે કરી ટેમ્પામાં તપાસ કરતા દારૂ હાથ લાગ્યો હતો. પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૧૪૦૪ જેની કિંમત રૂપિયા ૨,૭૦,૧૪૪, ટેમ્પોની કિંમત ૫ લાખ, ૧ મોબાઈલ ફોન કિંમત ૧૦,૦૦૦ રૂપિયા તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૭,૮૦,૯૯૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક સાગર જોર્જ સાજી પારાક્કલ (ઉ.વ.૨૪., રહે.નરોલી દાદરા નગર હવેલી)ને ઝડપી પાડી દારૂ મંગાવનાર રજનીકાંત રાઠોડ (રહે.ગોડાદરા, સુરત) પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500