વલસાડના ધમડાચી હાઈવે ઉપરથી વેસ્ટેજનો જથ્થો ભરેલી ટ્રકમાંથી રૂરલ પોલીસે રૂ.૫ લાખથી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે જામનગરના ચાલક અને ક્લીનરને ઝડપી પાડયા હતા. આ કેસમાં પોલીસે દમણના અને જામનગરના કુલ બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમે ધમડાચી હાઈવે પાસે પ્રોહિબિશનની ગોઠવેલી વોચ દરમિયાન ટ્રક નંબર જીજે/૧૦/ટીવી/૫૦૩૫નો ચાલક અને ક્લીનર વેસ્ટેજના જથ્થાની આડમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેને આધારે ટ્રકને અટકાવીને પોલીસે તપાસ કરતા અંદરથી દારૂની ૯૬૦૦ બોટલો કિંમત રૂ.૫,૦૪,૦૦૦ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન, વેસ્ટેજનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ.૧૩,૨૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક રઈશ હનીફભાઇ બ્લોચ (રહે.ખોજારનાકુ મોહલ્લો, બાગ એ મહંમદી, ટીટોડીવાડી, બંગલાવાડી, તા.જિ.જામનગર) અને ક્લીનર યાકુબ ગુલામ હુસેઇન દરઝાદા (રહે.ખોજા ચકલો, વરિયા મસ્જિદ રોડ, તા.જિ.જામનગર)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો ભરેલી ટ્રક ચાલક અને ક્લીનરને સોંપનાર દમણના રાકેશ નામનો ઈસમ, દારૂનો જથ્થો મંગાવનાર મહમદ અફઝલ કાદરભાઈ સમા (રહે.ટીટાફળી, સૈયદ અલી પીરની દરગાહ પાસે, તા.જિ.જામનગર)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે બાબતની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500