Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહાકુંભ મેળામાં પ્રથમ વખત ભક્તોની સુવિધા માટે ટેન્ટનાં કેમ્પ સાથે ડોમ સિટી બનાવવામાં આવી રહ્યું છે

  • December 28, 2024 

મહાકુંભ મેળાનું સનાતની લોકો માટે વિશેષ મહત્ત્વ છે. વર્ષ 2025માં ઉત્તરપ્રદેશનાં  પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વખતે મેળો તારીખ 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે, જે 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. પ્રશાસન તરફથી ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં, હવે પ્રથમ વખત ભક્તોની સુવિધા માટે ટેન્ટના કેમ્પ સાથે ડોમ સિટી બનાવવામાં આવી રહ્યું છે. એવામાં ડોમ સિટીની વિશેષતા અને અહીં એક દિવસ રોકાવાના ભાડા વિશે વિગતવાર જાણીએ. મહાકુંભ વિસ્તારમાં એરેલ વિસ્તારમાં ડૉમ સિટી બનાવવામાં આવી રહ્યું છે. શહેરમાં 22 મોટા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. દરેક સ્ટ્રક્ચર બે ભાગમાં વહેંચાયેલું છે. બંને ભાગોમાં જમીનથી લગભગ 15 ફૂટની ઊંચાઈએ ડૉમ તૈયાર કરવામાં આવ્યા છે.


ડોમ એટલે ફાઈબર શીટથી બનેલો રૂમ, જેનો ઉપયોગ બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ બંને તરીકે થાય છે. મહાકુંભ માટે તૈયાર કરાયેલા ડૉમને ચારેબાજુ રંગબેરંગી પડદાઓથી ઢાંકી દેવામાં આવ્યા છે અને આ પડદા રિમોટ દ્વારા ખુલે છે. રાત્રિના આકાશમાં ચમકતા તારાઓ જોવા માટે ડૉમની છત પરનો પડદો પણ રિમોટ વડે દૂર કરી શકાય છે. ડોમમાં ટોઇલેટ અને બાથરૂમ પણ છે. દરેક ડોમની બહાર પ્લેટફોર્મ પર ઓપન એર સ્પેસ રાખવામાં આવી છે. અહીં ખુરશીઓ અને ટેબલ હશે. લોકો આ ખુલ્લી જગ્યામાંથી માતા ગંગાના દર્શન કરી શકશે અને મહાકુંભની ગતિવિધિઓ પણ જોઈ શકશે. ડોમની અંદર એવી સજાવટ કરવામાં આવી છે કે અંદર પ્રવેશતા જ તમને એક અલગ જ દુનિયાનો અહેસાસ થાય છે.


દરેક ડોમની નીચે લાકડાના ચાર કોટેજ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોમ સિટીમાં મોટી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ભક્તો માટે વ્યક્તિગત રીતે યજ્ઞ અને પૂજા કરવા માટે નાના યજ્ઞશાળાઓ પણ છે. આ સિવાય યોગ કરવા માટે જગ્યા છોડવામાં આવશે અને મંદિર પણ બનાવવામાં આવશે. ડોમ સિટીમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને આરતી થશે. ડોમ સિટીમાં ડોમમાં રહેવાનું એક દિવસનું ભાડું 1,11,000 રૂપિયા છે. જોકે આ ભાડું સ્નાન ઉત્ત્સવ અને તેનાથી આગળના એક દિવસનું છે. બાકીના દિવસોમાં એક રાત્રિ રોકાણ માટે 81,000 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, સામાન્ય દિવસોમાં વૂડન કોટેજમાં રહેવા માટે, તમારે દરરોજ 41,000 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે પીક દિવસોમાં, તમારે તેના માટે 61,000 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં શહેરમાં ગમે ત્યાંથી પીકઅપ અને ડ્રોપ તેમજ સવારના નાસ્તા અને લંચના ખર્ચનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application