ડોલવણ તાલુકાના વાકલા ગામે મૃત હાલતમાં દિપડો મળી આવ્યો હતો. વાક્લા ગામના રહેવાશી રેશમા મગનભાઈ ગામીતના ખેતરમાં જ્યારે સવારે મજુરો તરૂ ઉખેડીને લેવા ગયા હતા તે સમયે દીપડો મૃત હાલતમાં જોવા મળતા મજુરોએ ગામના સરપંચ વિજયભાઈ ગામીત ને જાણ કરી હતી. ત્યારબાદ સરપંચ એ વન-વિભાગને જાણ કરતા વન-વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આમ, વન-વિભાગના અધિકારી કોસાડા સાહેબ ઘટના સ્થળે આવીને કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application