Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં પોલીસ દ્વારા હેરાન કરાતા મામલતદારને આવેદન પત્ર અપાયું

  • August 14, 2021 

ડોલવણ તાલુકાના મામલતદારને તાલુકાના સરપંચ અને સંગઠનના હોદ્દેદારોએ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે, ડોલવણ તાલુકામાં બહુલ વિસ્તારનાં 85 ટકા આદિવાસી તથા ગરીબ વિસ્તાર હોય જેઓ ડોલવણ તાલુકામાં શાકભાજી માર્કેટ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે ઉનાઈ તથા ડોલવણ મુકામે આવેલ દુકાનોમાં ખરીદી અર્થે આવે છે અને પાછા ફરતી વખતે પોલીસ તરફથી ઉભી કરવામાં આવેલ ચેકપોસ્ટ પર રોકી યેનકેન પ્રકારે હજારોનો મેમો આપીને શિક્ષા કરવામાં આવે છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.

 

 

 

 

 

જિલ્લા કે તાલુકા બહારથી આવતા વાહનો ચાલકોની પાસે રોકડી લઈને છોડી દેવામાં આવે છે તથા સ્થાનિકોને રોકી કાગળોની માંગણી કરી ગાડીઓ જપ્ત કરવામાં આવે છે જેને કોર્ટ રાહે છોડાવવી પડે છે. આમ, મજુર માણસ મજૂરી કરીને 100 કે 200 રૂપિયા લઈને ખરીદી કરવા જતો હોય ત્યારે આવા વ્યક્તિ પાસે રૂપિયા ભરવાની તકલીફ પડે છે તો શું કરવું. આ બાબતે ડોલવણ તાલુકાના સરપંચ અને સંગઠનના આગેવાનોનું જણાવવાનું કે તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન  છેડવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application