Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં બરડીપાડા ગામે જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, 1 વોન્ટેડ

  • November 18, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : ડોલવણ પોલીસ સ્ટાફના માણસો બુધવારે નાઈટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે, બરડીપાડા ગામના નીચલા ફળિયામાં નાઈટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રેડ કરી હતી રેડ દરમિયાન લાઈટના અજવાળે અમુક ઈસમો ગોળ કુંડાળું વાળી ઉભેલા તથા બેસેલા હોઈ જોકે કેટલાક ઈસમો તેમને જોઈ ભાગી ગયા હતા જયારે ત્યાં બેસીને ચકલી પોપટનો જુગાર રમતા કૈલાશભાઈ ઉર્ફે અર્જુનભાઈ સીતારામભાઈ પાવર (રહે.સિંગલ ફળિયા, રેલ્વે સ્ટેશન પાસે,વઘઈ,જિ.ડાંગ), સુરેશભાઈ પરભુભાઈ પવાર (રહે.નિશાળ ફળિયું,કુશગામ,તા.વઘઈ,જિ.ડાંગ) અને શૈલેષભાઈ બુધીયાભાઈ તુબડા (રહે.વચલું ફળિયું,ધોધલપાડા ગામ,તા.વઘઈ,જિ.તાપી)ના ઓને ઝડપી પાડ્યા હતા.








જોકે પોલીસે તેમના પાસેથી જુગારના સાધનો ચકલી પોપલી વાળું ચાર્ટ તેમજ રોકડા રૂપિયા 10,090/- તથા 3 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 15,090/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મીની ફરિયાદના આધારે ત્રણેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે પોલીસને જોઈ સ્થળ પરથી ભાગી છુટેલ સંજયભાઈ શૈલેષભાઈ જાધવ (રહે.સિંગલ ફળિયા,વઘઈ,જિ.ડાંગ) નાને વોન્ટેડ જાહેર કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application