Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા કલેકટર ધવલ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઓનલાઇન બેઠક મળી

  • June 20, 2021 

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને ઇ-માધ્યમથી મળી હતી. ઓનલાઇન બેઠકમાં જિલ્લા કલેકટરએ શહેર-જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ, સી.એચ.સી., પી.એચ.સી.ના ડોકટરો તથા અન્ય કર્મચારીઓએ કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી હતી. આગામી સંભવિત ત્રીજી લહેરમાં સૌ કોઈને એકયુમેન્ટ તથા મેનપાવરની રીતે સજ્જ થવા જણાવ્યું હતું. આગામી સમયમાં વોક-ઈન-રજીસ્ટ્રેશન શરૂ થનાર છે ત્યારે દરેક તાલુકા સ્તરે જનજાગૃતિ કેળવીને વધુમાં વધુ રસીકરણ થાય તે માટેના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

 

 

 

 

આ ઉપરાંત જે ફ્રન્ટ લાઈન વોરિયર્સનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેઓએ ઝડપથી ડોઝ લેવા જણાવ્યું હતું. ધારાસભ્ય વિવેકભાઈ પટેલે ઉધના વિસ્તારના સરદાન નગરનું રી-ડેવલપમેન્ટનું ટેન્ટર મજુર થયું હોય તે અંગેની કામગીરી ઝડપથી થાય, ઉધના ઝોન વિસ્તારમાં નવા બે સબ સ્ટેશન બનાવવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ પાવર લુમ્સમાં એફ.એસ.આઈ.માં વધારો કરવા અંગેની રજુઆત સંદર્ભે કલેકટરએ સરકાર લેવલનો પ્રશ્ન હોય જેથી તે અંગેની રજુઆત કરવાની જે તે અધિકારીઓને સુચના આપી હતી. ઉધના પુરવઠા ઝોનની કચેરી રહેણાંક વિસ્તારમાં આવી હોય જેતી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓના કારણે કચેરીને અન્ય સ્થળે ખસેડવાની રજુઆત પટેલે કરી હતી. હજીરા વિસ્તારમાં કામદારો માટે પાણી પુરવઠો પહોચાડવા અંગે તથા ઓલપાડામાં ડ્રેનેજની સાફ સફાઈની કામગીરી થાય તે અંગેની રજુઆતો ધારાસભ્યઓએ કરી હતી. ભાગ-૧ની બેઠકમાં કલેકટરએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો સી.એમ.ડેસબોર્ડ પર અદ્યતન કરવા જણાવ્યું હતું.

 

 

 

 

સરકારના વિવિધ વિભાગોમાં નાગરિક અધિકાર પત્રની બાકી અરજીઓ, બાકી પેન્શન કેસો, ઓડીટ એ.જી.પેરાની પૂર્તતા અંગે વિસ્તૃત સમીક્ષા કરી લોકોની પડતર અરજીઓનો ઝડપભેર ઉકેલ કરી સરકારી નાણાં વસુલાતને વધુ વેગવાન બનાવવા સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા-તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application