તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ વ્યારા નગર પાલિકાની યાદી જાહેર થઈ ચુકી છે, જયારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેની ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે, રાજકીય પક્ષોમાં ઉમેવારોની પસંદગીને લઈને કસમકસનો દૌર ચાલી રહ્યો છે, ટિકિટને પગલે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જ્યો છે, આ વચ્ચે તબક્કાવાર તાપી જિલ્લામાં ટિકિટ ફાળવણી નો દૌર ચાલી રહ્યો છે,
તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટેભાગની ટિકિટો ફાળવી દેવાઈ છે, તાપી જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની 26 બેઠકો પૈકી 25 બેઠક પર ભાજપનાં ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે,જયારે વ્યારાની જિલ્લા પંચાયતની કેળકુઈ બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનું બાકી બાકી છે,જિલ્લામાં 7 તાલુકા પંચાયતની પણ ચૂંટણી પણ યોજવા જઈ રહી છે, જેમાં વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડા તાલૂકા પંચાયતનો સમાવેશ થાય છે,જિલ્લાની 7 તાલુકા પંચાયતમાં કુલ 124 બેઠકો પૈકી 120 બેઠક પર બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યા છે.જ્યારે ઉચ્છલની 2 તેમજ સોનગઢ અને નિઝરની 1-1 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનું બાકી છે,
વ્યારા નગરપાલિકાનાં જુના જોગીઓ કપાયા,તો કોંગ્રેસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટને લઈને અટકળોએ જોર પકડ્યું
વ્યારા નગરપાલિકામાં 7 વોર્ડ માં 22 બેઠક પર ભાજપનાં ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે,જ્યારે 6 બેઠક પર ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે,ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિયમો અનુસાર વ્યારા નગરપાલિકાનાં જુના જોગીઓ કપાયા છે જેમાં માજી.પ્રમુખ મહેરનોસ જોખી,માજી કારોબારી અધ્યક્ષ રાકેશ કાંચવાળા, વોર્ડ નંબર 1 નાં માજી.કોર્પોરેટર હિતેન્દ્ર ઉપાધ્યાય સહિતનાં નેતાઓની ટીકીટ કપાઈ છે. જેને પગલે વ્યારા નગરમાં ટીકીટ ફાળવણીને લઈ ભાજપનાં પાયાનાં કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી રહી છે. તો કોંગ્રેસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટને લઈને અટકળોએ જોર પકડ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500