Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : ભાટીંડા અને અમૃતસરમાં વિઝીબીલીટી શૂન્ય પર પહોંચી

  • December 21, 2022 

એક તરફ સમગ્ર ઉત્તર ભારતમાં ઓછા વત્તા પ્રમાણમાં ધુમ્મસ ફેલાઈ જ રહ્યું છે ત્યારે મંગળવારે સવારે ભાટીંડા અને અમૃતસરમાં તો વિઝીબીલીટી શૂન્ય પર પહોંચી ગઈ છે. એટલે કે તમારાથી થોડે જ દૂર રહેલી કોઈ પણ વ્યકિત કે વસ્તુ કે પદાર્થ કે અવરોધ તમે જોઈ જ શકો નહીં. જોકે બપોરથી આ ધુમ્મસ ઓછું થયું હતું તે સહજ બાબત છે. આગ્રામાં વિઝીબીલીટી 400 મીટરની જ રહી હતી, જયારે લખનૌમાં તે થોડા વધી 600 મીટર પહોંચી હતી. ચંદીગઢમાં વિઝીબીલીટી 50 મીટર જેટલી જ રહેતાં વિઝીબીલીટી ઘટીને 50 મીટર જેટલી જ રહેતાં વિમાન-સેવાઓને સીધી અસર પહોંચી એક વિમાન ત્યાં ઉતરી શકયું ન હતું. કોઈ ચઢી પણ શક્યું ન હતું. એર ટ્રાફિક જ બંધ રાખવો પડયો હતો.




દિલ્હી, પૂના, બેંગાલુરુ અને મુંબઈથી આવતી ચાર ફલાઈટસ જયપુર વાળવી પડી હતી. બીજી તરફ અહીંથી જુદા જુદા ડેસ્ટીનેશન તરફ જતી 8 વિમાન સેવાઓ પણ ચંડીગઢથી ઉપડી શકી ન હતી તે ચાર કલાક પછી યથાવત કાર્યરત બની હતી. મંગળવારે દર્શનિકતા ચંડીગઢમાં માત્ર 50 મીટર જેવી રહેતાં 11 ટ્રેર્નો પાંચ કલાક મોડી પડી હતી. પાટનગર દિલ્હીમાં પાલમ અને સફદરગંજ એરપોર્ટ ઉપર સવારના 5.30-7.00 વાગ્યા સુધી વિઝીબીલીટી માત્ર 50 મીટર જ રહી હતી. વિઝીબીલીટી 0.51 મીટર હોય તેને ગાઢ પણ 200 ઘેરી 201-500 મધ્યમ અને 501 થી 1000 મીટર સુધીની વિઝીબીલીટી આછું કહેવાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application