Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરનાં મફતલાલ તળાવમાં બાળકનાં મોતની ઘટનમાં એજન્સી સામે ગુન્હો નોંધવાની માંગ

  • April 21, 2025 

નવસારીનાં જલાલપોરનાં મફતલાલ તળાવમાં ૮ વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત થવાની ઘટનામાં મૃત્યુના પરિવારજનોએ બ્યૂટીફિકેશનની કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી સામે બેદરકારી દાખવવા બદલ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માંગણી કરતી અરજી જલાલપોર પોલીસ સ્ટેશનમાં આપી હતી. મળતી માહિતી મુજબ, જલાલપોર સત્તાધાર સોસાયટીમાં રહેતા ગૌસ્વામી પરિવારનો ૮ વર્ષીય બાળક ભૌતિક ત્રીજી એપ્રિલના ગુરુવારના રોજ તેના મિત્રો સાથે ઘર નજીકના મફતલાલ તળાવ પાસે ક્રિકેટ રમતો હતો.


તે વખતે બોલ તળાવમાં જતા તે લેવા ગયો હતો. દરમિયાન બ્યૂટીફિકેશનની કામગીરી માટે બોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાયું હતું. આ પાણીમાં ભૌતિકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. શ્રમજીવી પરિવારના બાળકના મોત બાદ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાલક્ષી કામગીરીમાં બેદરકારી હોવાના કામગીરી બંધ કરાવી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં મૃતક બાળક ભૌતિક ગોસ્વામીના પરિવારજનોએ જલાલપોર પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિત અરજી આપી છે. જેમાં જણાવાયું છે કે, તળાવની બ્યૂટીફિકેશનની કામગીરી વખતે કમ્પાઉન્ડ વોલ કે સિક્યુરિટી ગાર્ડ નહીં મૂકતા તેમનો બાળક તળાવના પાણીમાં ડૂબી ગયો છે. તેથી કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી દ્વારા ગુનાહિત બેદરકારી દાખવાઈ હોવાનું જણાય છે. આ ઘટના અંગે કોન્ટ્રાક્ટર સામે સાઅપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધવા પરિવારે માંગણી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application