ગુજરાત રાજ્યની સૌથી મોટામાં મોટી અને જેનો અવધ નો સમાવેશ થાય છે એવી સુરત ખેત બજાર સમિતિ ખાલી પડેલી બેઠકો ને ભરવા માટે ના વિવાદમાં આવી છે. સમિતિમાં અનેક ગેરરીતિઓ અને પેટા કાયદાઓ વિરુદ્ધ જઈને થઈ રહેલા વહીવટ સામે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા રાજ્યના સહકારી સચિવ અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ તથા સહકાર મંત્રીને પત્ર લખી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ લેખિતમાં રજૂઆત કરી છે.
સભ્યો તથા કર્મચારીઓની નિમણુક કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યની સૌથી મોટી "અ" વર્ગની બજાર સમિતિના બે ડિરેક્ટરો સ્વ ધિરૂ પટેલ. (ખેડૂત વિભાગ) અને સ્વ હસમુખ ગાંધી (વેપારી વિભાગ) નું મોત થતાં આ બે બેઠકો ખાલી પડી હતી. આ ઉપરાંત કાર્યાલય અધ્યક્ષની એક જવાબદારી વાળી અને વર્ગ ૨ ની સમકક્ષ જગ્યા જે ભરવા માટે વર્તમાન પત્રોમાં જાહેરાત આપ્યા વિના કે કોઈ પણ જાતની જાણ કર્યા વિના કાર્યાલય અધિક્ષક,એકાઉન્ટન્ટ,ક્લાર્ક માં પોતાના માનીતાઓને નિમણુંક તથા કોન્ટ્રાક્ટ આપી સમિતિના વહિવટમાં ગેરરીતિઓ અને પેટા કાયદાઓ વિરુદ્ધ પોતિકી પેઢી ની જેમ ખેતબજાર સમિતિનો વહીવટ ચલાવવામાં આવતો હોવાનાં આક્ષેપ સાથેની લેખિતમાં પત્ર લખીને તપાસ કરી જવાબદાર સામે ખેડૂતો નાં હિતમાં પગલાં ભરવા રજુઆત કરવામાં આવી છે.
વધુમાં ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ રૂલસ ૧૯૬૫ નિયમ ૨૬ મુજબ બજાર સમિતિમાં કલમ ૧૫ હેઠળ ખાલી જગ્યાઓ ભરવા માટે જ્યારે ચૂંટાયેલ સભ્યો ની ખાલી જગ્યા થાય ત્યારે આવી જગ્યાએ થયાના ત્રણ માસની અંદર જગ્યા ભરવા માટે સામાન્ય ચૂંટણી કરવાની થાય છે. ત્યારે ચુંટાયેલા સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ ન હોવા છતાં એક ખેડૂત અને એક વેપારીના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે સાધારણ સભામાં ઠરાવ કરી ખેડૂત માટે પ્રિન્સ પટેલ અને વેપારી સભ્ય ની જગ્યા માટે કિશોર છગન દલાલની નિમણૂક કરી દેવામાં આવી છે.સવાલ ઉઠાવવામાં આવ્યો કે મિટિંગમાં જિલ્લા રજિસ્ટ્રાર ની હાજરી હોય છે તો ફરજ નથી બનતી કે નિયામક ને તેઓ જાણ કરે. સુરત બજાર સમિતિ માં અનેક ગેરરીતિઓ ના આક્ષેપ સાથે જિલ્લા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તેમજ આનંદ ચૌધરી એ રાજ્ય ના સહકારી સચિવ અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ તેમજ સહકાર મંત્રી ને પત્ર લખીને તપાસ ની માંગ તથા કાર્યવાહી કરવા જણાવતાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500