દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી (ઘેં)માંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટને મોદીની અરજી બતાવવાની તૈયારી બતાવી છે પણ અજાણ્યા લોકોને બતાવવાની તૈયારી નથી. વિશ્લેષકો દિલ્હી યુનિવર્સિટીની દલીલને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મોદીની ડીગ્રી જાહેર કરી દેવાય પછી તેનો શું દુરૂપયોગ થઈ શકે એ જ સમજાતું નથી. ડીગ્રી સાચી હોય તો તેની સામે કેસ કરી નહીં શકાય કે બીજું કોઈ નુકસાન પણ નહીં કરી શકાય. આ સંજોગોમાં ડીગ્રી જાહેર કરવા સામેનો વાંધો હાસ્યાસ્પદ છે.
દિલ્હી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ માહિતી જાહેર કરવાનો વિરોધ કરતાં જસ્ટિસ સચિન દત્તા સમક્ષ દલીલ કરી હતી કે, પોતે માહિતી માગનારાઓના હેતુ અને ઇરાદાઓ પર વિશ્વાસ કરતા નથી. તેમણે સ્પષ્ટતા કરી કે તેમને કોર્ટને ડિગ્રી બતાવવામાં કોઈ વાંધો નથી પણ અજાણ્યાં લોકોની ચકાસણી માટે ડીગ્રી ના આપી શકાય. મહેતાએ દલીલ કરી કે, સૈદ્ધાંતિક રીતે આવી માહિતી માંગી શકાય નહીં. રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની રચના આ પ્રકારની માહિતી આપવા માટે કરવામાં નથી આવી. માહિતી માગનારને શું રસ છે, તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો એ બધું સત્તાધીશીઓ જોવું પડે. મહેતાએ કટાક્ષ કર્યો કે, આ દુનિયામાં ઘણા નવરા લોકો છે કે, જેમને એક યા બીજી માહિતી જોઈએ છે પણ અમે એ આપી ના શકીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500