Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકામાં અંદાજીત ૨.૬૧ કરોડના ખર્ચે વિવિધ ૯ વિકાસ કામોનું સાંસદના હસ્તે લોકાર્પણ

  • July 06, 2021 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે અંદાજીત ૨.૬૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાના કુલ ૯ જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ સાંસદ પ્રભુભાઈ વસાવાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

 

 

 

 

સાંસદ પ્રભુભાઈ વસાવાએ વ્યારા નગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે લોકો માટે ખૂબ જ ઉપયોગી અદ્યત્તન સુવિધા ધરાવતા ત્રણ જેટલા ગાર્ડન તૈયાર કરવામાં આવ્યા છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે માર્ગ, આપણા બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ એક્યુપ્રેસર વોક વે તથા ચિલ્ડ્રન હોમ ડેવલોપ, રોડ ડેવલોપ નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. સાથે સાથે દેશમાં જે રીતે ઓક્સિજનની અછત વર્તાઈ એ સમય દરમિયાન સરકારશ્રી દ્વારા વૃક્ષારોપાણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ ૨૩ જૂનથી તેમના જન્મદિવસ ૬ જુલાઈ સુધી ગામડે ગામડે અને શહેરોમાં વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું છે.

 

 

 

 

ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંબિકાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન રૂા.૪૨,૭૩,૮૪૯/-,વોર્ડ નં.૧ ચિલ્ડ્રન હોમ ડેવલોપ રૂા.૨૦,૯૧,૭૩૪/-, બહુંચરાજી પેલેસથી જલારામ મંદિર માલીવાડ સુધીનો માર્ગ અનાવરણ, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ એક્યુપ્રેશર વોક વે રૂા.૪૦,૬૬,૫૯૦/-, તળાવ પર આવેલ જુમ્મા મસ્જીદ ચાર રસ્તાથી આંબેડકર ભવન થઇ સ્ટેશન રોડ સુધીના માર્ગને ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ, સીંગી ફળિયામાં શ્રી અટલજી વિહાર ઉદ્યાન રૂા.૪૭,૨૮,૯૬૧/-, વ્યારા નગરપાલિકાના સયાજી સર્કલથી નેશનલ હાઈવે-૫૩ સુધી ડાબી-જમણી બાજુ રોડ બ્યુટીફિકેશન રૂા.૩૪,૧૯,૯૦૦/-, ભૂત બંગલા નજીક વીર સાવરકર ઉદ્યાન રૂા.૪૨,૭૩,૮૪૯/-, જજ બંગલા નજીક રોડ ડેવલોપ રૂા.૩૨,૪૭,૦૫૯/- ખર્ચે વિકાસકામનું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application