કોરોના કેસો ઓછા થતા થોડા સમય પહેલાં જ 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા .જોકે દરેક શાળાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવાના હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક સ્કુલોમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત લિંબાયતની એક શાળામાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ટેસ્ટ દરમિયાન સુરતના લિંબાયતમાં પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાએ આખી સ્કૂલ બંધ કરાવી છે. શહેરની કોઇ પણ શાળામાં એક વિદ્યાર્થી પણ પોઝિટિવ આવશે તો તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરી આખી સ્કૂલ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application