તાપી જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 2 દર્દીઓનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કોરોનાના કેસો પણ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. મંગળવારે કોરોનાના 21 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેને લઇ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
વધુ 2 ના મોત સાથે મૃત્યુ આંક 61 પર પહોચ્યો,કોરોના ટેસ્ટ માટે 1180 સેમ્પલ લેવામાં આવ્યા
તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ 2 દર્દીઓના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના 21 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1139 કેસો નોંધાયા ચુક્યા છે, વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 983 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જયારે વ્યારાના શબરીધામમાં 65 વર્ષીય મહિલા અને વ્યારાના કોટ વિસ્તારમાં 68 વર્ષીય પુરુષનો કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 52 દર્દીઓ મોત અને કોરોનાથી 8 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ 61 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 95 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1180 સેમ્પલ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.13મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ 21 નવા કેસ નોંધાયા છે.
વાલોડમાં 6 કેસ
બુહારીગામની વૃંદાવન સોસાયટીમાં 29 વર્ષીય પુરુષ, ડુમખલ ખાતે પેપરમિલમાં 67 વર્ષીય પુરુષ, હથુકા ગામના મોટું ફળીયામાં 28 વર્ષીય પુરુષ, કહેર ગામના રબારી ફળીયામાં 49 વર્ષીય મહિલા, વાલોડના સુંદરનગરમાં 55 વર્ષીય પુરુષ, વાલોડના ચાર રસ્તા પાસે 60 વર્ષીય મહિલા
વ્યારામાં 6 કેસ
વ્યારાના કોટ વિસ્તારમાં 68 વર્ષીય પુરુષ, શબરીધામમાં 65 વર્ષીય મહિલા, શિવશક્તિ નગરમાં 52 વર્ષીય મહિલા વ્યારાના દાદરી ફળીયામાં 70 વર્ષીય પુરુષ, વ્યારાની વાડીવાલા કોમ્પલેક્ષમાં 58 વર્ષીય પુરુષ, મોટી કાંજણગામમાં 56 વર્ષીય પુરુષ
સોનગઢમાં 3 કેસ
વિશ્વ ભવનમાં 65 વર્ષીય મહિલા, જેકે પેપરમીલમાં 34 વર્ષીય પુરુષ, ગોપાળપુરા ગામના પારસી ફળીયામાં 65 વર્ષીય પુરુષ
નિઝરમાં 5 કેસ
30 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય પુરુષ, વેલ્દા ગામમાં 47 વર્ષીય પુરુષઅને 27 વર્ષીય પુરુષ ,બીલજાંબોલી ગામમાં 48 વર્ષીય પુરુષ
ઉચ્છલમાં 1 કેસ
ઝરણપાડા ગામમાં 55 વર્ષીય પુરુષ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500