વલસાડનાં પારડી તાલુકાનાં કિકરલા ગામ પાસે પસાર થતી ખાડીમાં એક વૃદ્ધને ડૂબેલી હાલતમાં જોઈને રસ્તા ઉપરથી પસાર થતા એક વાહન ચાલકે તાત્કાલિક ગામના સરપંચને ઘટનાની જાણ કરી હતી. સરપંચે ઘટના સ્થળે ચેક કરતા અજાણ્યા વૃદ્ધની લાશ હોવાનું જાણવા મળ્યું છે. સરપંચે તત્કાલિક પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસે કિકરલા ગ્રામ પંચાયતના કામદારોની મદદ લઈને લાશને પાણીમાંથી કાઢી ચેક કરતા 65 વર્ષીય વૃદ્ધની લાશ મળી હતી. ખાડીમાં કઈ રીતે તણાય આવ્યો અને તેના વાલી વારસોની તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, પારડી તાલુકાનાં કિકરલા ગામ પાસેથી પસાર થતી ખાડીમાં એક ઇસમ ખાડીના પાણીમાં ડૂબેલી હાલતમાં કિકરલા ગામના વાહન ચાલકે જોયો હતો.
વાહન ચાલકે તાત્કાલિક ઘટનાની જાણ કિકરલા ગામના સરપંચે ઘટનાની જાણ કરી હતી. મનોજભાઈએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા ખાડીના પાણીમાં ડૂબેલી હાલતમાં વૃદ્ધની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને અંગે ગામના સરપંચે પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કિકરલા ગ્રામ પંચાયતના શ્રમિકોની મદદ લઈને લાશનો કબ્જો મેળવી ચેક કરતા. અંદાજે 65 વર્ષીય, પરશુરામ દયારામનો આધાર કાર્ડ મળી આવ્યો હતો. સાથે મળેલા ફોન નંબર ઉરથી દમણ સોમનાથમાં આવેલી એક કંપનીમાં કામ કરતા.તેના દીકરાનો નંબર મળી આવ્યો હતો. વૃદ્ધ કઈ રીતે ખાડીના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યો તે અંગે પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application