Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાનાં ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ઔરંગા નદી ભયજનક સપાટીએ : નીચાણવાળા વિસ્તારોનાં લોકોનું સ્થળાંતર કરાયું

  • July 13, 2022 

વલસાડ જિલ્લાનાં ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને લઈને ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. વલસાડ શહેરના અને ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીનાં પૂરનાં પાણી ફરિ વળતા જનજીવન ખોરવાયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમા એલર્ટ કરીને લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં હતા અને સેલ્ટર હોમ ખાતે પુરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યાં હતા.




રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તારીખ 14 જૂલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરને અસર કરતી ઔરંગા નદીનાં ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના ગામોમાં અવિરત પડી રહેલા વરસાદને લાઈને ઓરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી.




જેથી વહીવટી તંત્ર સજાગ બન્યું હતું તેમજ સમયસર નગરપાલિકા, મામલતદાર તેમજ પોલીસ વિભગની મદદ લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઔરંગા નદીનાં રૌદ્ર સ્વરૂપને લઈને વલસાડ શહેરના કાશ્મીર નગર, બરૂડિયા વાડ, તરિયાવાડ, પીચિંગ, અબ્રામા મોગરાવાડી, છીપવાડ સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. જેથી જનજીવન ખોરવાયું હતું.



જોકે રવિવાર અને સોમવારે 2 દિવસ સતત ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી નદીનાં પાણી શહેરના તેમજ નદીનાં તટ ઉપર રહેતા લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. વલસાડના છીપવાડ દાણા બજારમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પહેલા વેપારીઓને અનાજ, કઠોળ કે તેલ સહિત તમામ ચીજ વસ્તુઓ ડૂબી જતાં દાણા બજારમાં આવેલી 80થી વધુ દુકાનોમાં અનાજ, કઠોળ અને ચીજ વસ્તુઓ ડૂબી જતાં વેપારીઓને કરોડો રૂપિયાની નુકશાન થયું હતું.




વલસાડ ખાતે પુરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા ઘરવખરી સહિતની નુકસાની આવરી લેવામાં આવશે. ઔરંગા નદીને અડીને આવેલા કાશ્મીર નગરમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. એક પરિવારમાં પતિ-પત્ની અને 2 દીકરીઓ ઘરમાં ફસાઈ ગયા હતા જેને વલસાડ ફાયર ફાઈટરના જવાનોએ 120થી 130ની સ્પીડે વહેતા નદીનાં પ્રવાહમાંથી પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.




ઔરંગા નદીના તટમાં શનિવારે સાંજે JCBનો કારીગર ઊંઘ આવતા JCB ઉપર સુઈ ગયો હતો. બીજા દિવસે સવારમાં પાણીની વચ્ચે ફસાઈ જતા NDRFની ટીમે બોટ મારફતે 130ની સ્પીડમાં વહેતા પાણીમાંથી JCBમાં ફસાયેલા માણસને બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું અને ધમડાચી વિસ્તારમાં ગર્ભવતી મહિલા અને 7 દિવસ પહેલા જન્મેલા શિશુ સહિત પરિવારનાં 6 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું.




જિલ્લામાં રેલના પાણી ઉતરી ગયા બાદ વહીવટી તંત્રએ વધુ સજાગતા દાખવીને શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સેલ્ટર હોમમાં સ્થળાંતર થયેલા લોકોને સતર્કતાના ભાગ રૂપે ઘરે પરત જાવા દીધા ન હતા અને તમામ લોકોને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાં હતા. તમામ લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શહેરમાં આવેલા 64 સેલ્ટર હોમમાં 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.




ઔરંગા અને ધરમપુરની તાન અને માન નદીમાં ઘોડા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને કોઝવે અને ચેકડેમ ડૂબી જતાં તમામ કોઝવે અને ચેકડેમ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોને ભયજનક સપાટીથી પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવવામાં આવ્યાં હતા. જેને લઈને કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાંથી જાનહાની ટાળી શકવામાં સફળતા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application