તાજેતરમાં ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે આયોજીત રાજ્ય કક્ષાની ભાઇઓ અને બહેનોની જુનિયર ચેમ્પિયનશિપ આર્ચરી સ્પર્ધામાં ડાંગની દિકરીએ બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સાપુતારા સ્પોર્ટસ સંકુલના આર્ચરી કોચશ્રી જીતુભાઇ રાજપુત, તેમજ અમિતાબેન રાઠવા તરફથી મળેલ વિગતો અનુસાર તેણીની વિદ્યાર્થીની આનંદીબેન ગામીત જે રાજ્ય કક્ષાએ આયોજીત જુનિયર ચેમ્પિયનશિપ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણીએ ૬૪૧ પોઇન્ટનો સ્કોર મેળવી ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ઋતુંમ્ભરા સ્કૂલની વિદ્યાર્થીની આનંદીબેન ગામીત જે સાપુતારા સ્પોર્ટસ સંકુલમાં આર્ચરી સ્પર્ધાની તાલીમ મેળવી રહી છે.
રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવતાં આ વિદ્યાર્થીની હવે નેશનલ કક્ષાએ પશ્ચિમ બંગાળમા રમવા જશે. સાપુતારા સ્પોર્ટસ સંકુલની આ વિદ્યાર્થીની દ્વારા મેડલ મેળવતાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ ૨૦૨૦મા સાપુતારા સ્પોર્ટસ સંકુલમાં એડમીશન મેળવનાર આનંદી ગામીત અત્યાર સુધી વિવિધ રમતોમાં ભાગ લઇ અનેકો મેડલ મેળવી ચુકી છે. વર્ષ ૨૦૨૩ ના ખેલ મહાકુંભમાં ટીમ ઇવેન્ટમાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વર્ષ ૨૦૨૪માં ગુજરાત રાજ્યની SGFI રમતમાં ભઆગ લઇ સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ તેઓ નેશનલ ટીમમાં પણ પસંદગી પામ્યાં હતાં. ઉપરાંત ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસીએશન સિનિયરમાં તેણીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application