ડાંગમાં આહવા પોલીસ સાઈબર વિભાગ દ્વારા સાઈબર ફ્રોડ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. આહવા મીનશપાડા ખાતે રહેતા ઓગષ્ટીન રજવાડેને વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. જે કોલ ઉપાડતા તેઓની સામેની બાજુમાં એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મ અને અધિકારીની ચેમ્બર જેવી ઓફિસમાં બેસીને તેઓને મુંબઈ પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાજીવ રંજન નામ આપી અને તમારા મોબાઇલ નંબર તેમજ આઈડી પ્રૂફના આધારે મુંબઈ ખાતે ચાર બેંક એકાઉન્ટ ખૂલેલા છે. જેમાં ગેરકાયદેસર ૨૦ કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર થયેલા છે અને આ કેસમાં પકડાયેલ આરોપી મહમદ ગુલામ મલેકે પણ તમારું નામ આપ્યું છે.
જેથી તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી તમે આ કોલ કાપી શકશો નહી બીજા કોઈના કોલ વચ્ચે રિસીવ કરી શકશો નહીં તેમજ ભોગ બનનારને એક રૂમમા બંધ થઇ જવા કહ્યું હતું અને ખોટી રીતે ડરાવી, ધમકાવીને બેંકની ડિટેઈલ માંગવા લાગ્યા હતા અને બે કલાક સુધી કોલ ચાલુ રાખતા તેમના પત્નીને શંકા જતા તેઓની પુત્રી શોર્લેટબેન જે વડોદરા મુકામે એડવોકેટ છે તેમને આ સમગ્ર બનાવની જાણ કરતાં તેઓએ નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે સાઇબર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ કર્મચારીઓને તુરંત ઓગષ્ટીન રજવાડેના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓએ રૂમ ખોલાવી વ્યક્તિને બહાર લાવી અને ફોન ડિસકનેક્ટ કરાવી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application