ડાંગ જીલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બપોરના સમયે મહારાષ્ટ્રના નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી પંજાબ તરફ જઇ રહેલો એક ટેમ્પો નંબર પીબી//05/5599 સાપુતારાથી શામગહાન ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં પલટી મારી ગયો હતો.
આ અકસ્માતમા ટેમ્પો શહીત દ્રાક્ષ ને મોટું નુકસાન થયું હતું પરંતુ આ બનાવામાં ચાલક અને ક્લિનરને ઘટના સ્થળ પરના લોકોએ બચાવી લીધા હતા અને ચાલક અને ક્લિનરને શરીરના ભાગે નાની-મોટી ઇજા સાથે તેમનો બચાવ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500