સુરત જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઋુતુમાં કુલ વાવેતરનો વિસ્તાર ૩૦,૯૮૬ હેક્ટર પૈકી સૌથી વધારે ડાંગર, તુવેર, શાકભાજી, સોયાબીન અને ધાસચારાનું વાવેતર કરવામાં આવ્યુ છે. જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર તલ અને ગુવારનું થવા પામ્યું છે.
વધુ વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં પ્રારંભમાં મેઘરાજાની ધમાકેદાર ઍન્ટ્રી થતા જગતાતને ૧૬આની વર્ષ જવાની અને ધાન્યપાકો સારા થવાની આશ બંધાઈ હતી. સુરત જિલ્લામાં સુરત સીટી સહિત ૧૦ તાલુકામાં ૩૦,૮૯૬ હેક્ટર જમીનમાં ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કરી દીધુ છે. જેમાં સૌથી વધારે વાવેતર માંગરોળ તાલુકામાં ૧૦,૮૬૨ હેક્ટર ત્યારબાદ માંડવી તાલુકામાં ૭,૬૩૯ હેક્ટર જમીનમાં થયું છે. જાકે સૌથી ઓછુ વાવેતર સુરત સીટીમાં ૪૩૧ હેક્ટરમાં કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતના ખેતીવાડી સુત્રો મુજબ સૌથી વધારે વાવેતર સોયાબીન ૫૯૨૫ હેક્ટરમાં, શાકભાજી ૫૫૮૫ હેક્ટરમાં, ધાસચારો ૪૩૫૩ હેક્ટરમાંï, ડાંગર ૪૦૬૯ હેક્ટરાં, તુવેર ૨૯૦૮ હેક્ટરમાં, જુવાર ૧૯૪૭ હેક્ટરમાં, કપાસ ૧૭૦૧ હેક્ટરમાંસ મકાઈ ૩૯૦ હેક્ટરમાં, મગફળી ૩૭૮ હેક્ટરમાં, અડદ ૨૩૫ હેક્ટરમાં, મગ ૮૪ હેક્ટરમાં, તલ ૨૮ હેક્ટર, ગુવાર ૧૨ હેક્ટરમાં, દિવેલા ૯ હેક્ટરમાં, બાજરીનું વાવેતર ૪ હેક્ટરમાં થયું છે જયારે અન્ય પાકોનું ૩૧ હેક્ટરમાં વાવેતર મળી કુલ મિલાવીને ૩૦,૮૯૬ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્નાં છે. જયારે છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો કુલ ૧,૨૦,૪૨૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ૩૦,૮૯૬ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યુ હોવાનુ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ ખેડુતોમાં જાગુતતાનો અભાવ અને અજ્ઞાનતા હોવાથી જેતે ગામડાના તલાટી પાસે વાવેતરનું વિસ્તાર લખાવતા ન હોવાથી તલાટી, અધિકારીઓ દ્વારા ઓફિસોમાંથી જ વાવેતરના આંકડા અનુમાન લગાવી પુરા કરી દેવાય છે જે આંક઼ડા વાવેતરની વાસ્તવિકતાથી કોષો દૂર હોવાનુ કહેવાય છે. ખેડૂતો એ વાવેતર તો કરી નાખ્યું છે પરંતુ હવે મેઘરાજા રૂસણા લેતા પાક ને જરૂરી પાણી સમયસર ન મળતા પાક મુરઝાઈ રહ્યા થી જગતાતના ચહેરા ઉપર ચીંતા ની લકિરો જોવા મળી રહી છે.
જિલ્લામાં સરકાર દ્વારા ખેતીવાડી અધિકારી જંતુનાશક અધિકારી, ગ્રામસેવક, સહિત અનેક વિભાગો કૂષિક્ષેત્રની દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં અમુક લોકો ચાર્જમાં હોય અમુક જગ્યાએ સ્ટાફની ઘટ હોય પરંતુ જ્યાં સરકારી તંત્રનું મહેકમ ૧૦૦ ટકા ભરાયેલુ હોય ત્યારે પણ ખેતીની ઉપજનો સાચો આંકડો જાહેર થતો નથી વાવેતરના આંકડા અને અંદાજિત ઉત્પાદનમાં સાચા આંક઼ડાની બબાલ ઉભી થતી હોય છે જોકે એક સૌ ટચની વાત કરવામાં આવે તો કોઈ ખેતરે જઈ કૂષિઅધિકારીએ ખેડૂતને પુછીને વાવેતરમાં આંકડા લખ્યા હોય એવુ ભાગ્યેજ જોવા મળે છે. મોટાભાગના આંકડાનો તાલમેલ ઓફિસમાં જ બેસીને થતો હોવાની ફરિયાદો કાયમ ઉઠી રહી છે. તો પણ એટલું તો સારુ છે કે દરેક સીઝનમાં સરકાર વાવેતરના આંકડા અપડેટ કરતી રહે છે.
આ પાકોનું સૌથી વધુ હેક્ટરમાં વાવેતર
સોયાબીન - ૫૯૨૫
શાકભાજી - ૫૫૮૫
ઘાસચારો - ૪૩૫૪
ડાંગર - ૪૦૬૯
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500