Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સગાઈ કરી લગ્ન નહિ કરનાર યુવક સામે ગુનો દાખલ

  • February 13, 2025 

વ્યારાની યુવતી સાથે ભાવનગર જિલ્લાના યુવાને સગાઇ કરી તેણી સાથે શરીર સબંધ બાંધી લગ્ન કરવાના વચનો આપી તરછોડી દીધી હતી, યુવકે અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની વિગત એવી છે કે, તાપી જિલ્લાના નિઝરની સરકારી કચેરીમાં ફરજ બજાવતી યુવતીએ ૨૦૨૨માં સ્વૈચ્છીક રાજીનામું આપી દીધું હતું, તેણીની સને ૨૦૧૭માં સમાજના રીત રિવાજ મુજબ સમાજના આગેવાનોની હાજરીમાં પ્રકાશ ગોબરભાઈ ગોહેલ (રહે.બુધણા ગામ, તા.સિહોર, જી.ભાવનગર) સાથે સગાઈ થઇ હતી.


સમાજમાં સગાઈ બાબતનું કોઇ લખાણ કરવામાં આવતું ન હતું. જોકે યુવક-યુવતિ સગાઈ બાદ એકબીજાના ઘરે આવવા-જવાનો વ્યવહાર કરતા હતા. સગાઈ થઈ ત્યારે યુવક ગીર સોમનાથ જિલ્લામાં ઉના મામલતદાર ઓફિસમાં તલાટી-કમ-મંત્રી તરીકે નોકરી કરતો હતો. તે પછી સને ૨૦૧૯માં ગાંધીનગર ખાતે જી.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરવા માટે ગયો હતો. તે દરમિયાન ખર્ચા માટે વ્યારાની યુવતી પાસે પૈસાની માંગણી કરતો હતો. તે દરમિયાન યુવતીએ રૂ.૪ લાખ ઓનલાઈન તથા રૂ.૬ લાખ જેટલી રકમ રોકડમાં સને ૨૦૧૯થી ૨૦૨૨ સુધી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.


તા.૧૭-૮-૨૪ ના રોજ વ્યારા ખાતે ઘરે યુવતી એકલી હોય તે દરમિયાન ઘરે આવી પ્રકાશ ગોહેલે યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. યુવક લગનની કોઈ વાત ન કરતા યુવતીના વડીલો વ્યારાથી ભાવનગર જિલ્લામાં યુવકના ઘરે ગયા હતા, જેઓને યુવકના પિતાએ કહ્યું કે મને સમય આપો પછી હું મારા છોકરાને સમજાવીને તમને જાણ કરીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ કોઇ પ્રત્યુતર ન આવતા યુવતી તથા અન્ય સબંધીઓ યુવકને ત્યાં ગયા હતા. ત્યાં ઝઘડો કરી અમારા ઘરેથી જતા રહો નહીં તો નીકળવાનું ભારે પડશે તેમ કહ્યું હતું. પ્રકાશ ગોહેલે બીજી યુવતી સાથે સગાઇ કરી લીધી હતી. તે તા.૧૬-૨-૨૫ના રોજ લગ્ન કરવાના હોવાની જાણ થતાં યુવતીએ યુવક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application