સુરત જિલ્લાના કામરેજ પોલીસની હદમાં ફઝીલા એ.મેમણ છેલ્લા ત્રણ વર્ષથી કઠોરમાં પોતાનાં માતા- પિતા સાથે રહે છે. તેણે ગત તારીખ ૨૫-૧૧-૨૦૧૮નાં રોજ મુસ્લીમ શરીયત મુજબ આંબોલી ચાર રસ્તા ખાતે રહેતા અફઝલ એસ.મેમણ સાથે નિકાહ કર્યા હતા. તેમને સંતાનમાં પાંચ વર્ષનો દિકરો છે. નિકાહનાં થોડા સમયા પછી સાસુ, સસરા તેમજ નણંદે પરિણીતાને મેણાટોળા મારી પરેશાન કરવાનું શરૂ કર્ય હતું.
તેમણે અફઝલની ચઢામણી કરતા તે પત્ની સાથે દુર્વ્યવહાર કરતો હતો. સાસરિયાઓ હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ સાસરીયાઓ પરિણીતા કે બાળકને જોવા પણ આવ્યા ન હતા. બે મહિલાના બાદ પતિએ ફોન કરીને જણાવ્યું હતું કે, તારે મને પુછ્યા વગર ઘરની બહાર નહીં નિકળવુ. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે પરિણીતા પોતાનાં માતા-પિતાનાં ત્યાં જ રહેતી હતી. ફેબ્રુઆરી ૨૦૨૧માં તેને જાણવા મળ્યું કે તેના દિકરાનાં હૃદયમાં કાણું છે. જેનું માં કાર્ડથી ઓપરેશન કરાવ્યા બાદ પરણીતાને તેના ત્રણેય કાકા સાસરે મુકી આવ્યા હતા.
ફરી સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. ગત તારીખ ૧૧-૧૧-૨૦૨૧ નાંરોજ પરિણીતાની માતા તેની ખબર પુછવા સાસરીમાં આવી ત્યારે તેન સાથે પણ ગેરવર્તન કર્યુ હતું. તેથી માતા પુત્રી અને દોહિત્રને લઈ પોતાનાં ઘરે લઈ ગઈ હતી. આઠેક દિવસ પછી ફઝીલાએ પતિ અફઝલને તેડી જવાનું કહેતા જેમણે હવે હું તને લેવા નહીં આવું તુ જે રીતે ઘરેથી ગઇ છે તે રીતે પાછી ઘરે આવતી રે તેમ કહીને પતિએ ફોન કાપી નાંખ્યો હતા. આખરે ત્રાસેલી ફઝીલા મેમણે મહિલા પોલીસ મથકે પતિ, સાસુ, સસરા, નણંદ અને જેઠ વિરૂદ્ધ ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500