તાપી જીલ્લામા ગુરુવારે કોરોના પોઝીટીવ દર્દીના માત્ર ૪ નવા કેસ મળી આવ્યા છે. વધુ ૬૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
છેલ્લા ઘણા લાંબા સમયથી કોરોના વાયરસના સંક્રમણનો માર ઝેલી રહેલા તાપીના લોકો માટે સારા સમાચાર છે. લોકોની પરેશાનીનું કારણ બની ચૂકેલો કોરોના હવે દમ તોડવા લાગ્યો છે એવું જણાઈ રહ્યું છે. તંત્રના પ્રયાસો અને લોકોની જાગરૂકતાના કારણે હવે તાપી જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.૨૦મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૪ કેસ નોંધાયા છે. જેમાં વ્યારાના જેસિંગપુરા ગામના નવાપાડામાં ૪૪ પુરુષ, ઉચ્છલના નારણપૂરમાં ૬૬ વર્ષીય આધેડ, સોનગઢના ધજંબા ગામના ખારખાડી ફળીયામાં ૬૧ વર્ષીય મહિલા અને વાલોડના બાજીપુરામાં ૫૫ વર્ષીય પુરુષ મળી કુલ ૪ દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૬૫ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૩૬૦ દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૦ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૮ દર્દીઓના મોત નિપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે ૬૬૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ ૨૮૭ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500