Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાનાં કેસો વધતા સ્થિતી ચિંતાજનક બની

  • June 14, 2022 

દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાનાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 50 હજાર દર્દીઓ સામે આવ્યા છે. જાન્યુઆરીમાં આવેલ ત્રીજી લહેર પછી ફરીથી નવા કેસ વધી રહ્યાં છે. કેરળમાં પોઝિટીવ રેટ 13 ટકા, મહારાષ્ટ્રમાં સાત ટકા, દિલ્હીમાં ચાર ટકાએ પહોંચી ગયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દેશનાં 17 જિલ્લા એવા છે જ્યાં પોઝિટીવ રેટ 10 ટકાથી વધારે છે.



જ્યારે 24 જિલ્લામાં પોઝિટીવ રેટ પાંચ થી દસ ટકાની વચ્ચે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર જો પોઝિટીવ રેટ પાંચ ટકાથી વધારે રહે તો માનવામાં આવે છે કે, સંક્રમણ બેકાબુ થઇ ગયો છે. જોકે સંક્રમણ વધવા છતાં નિષ્ણાતોનું માનવું છે કે, ગભરાવવાની જરૂર નથી. વેક્સિનેશન પર બનેલ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપનાં ચેરમેન ડો.એન કે અરોડાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી કોઇ નવું વેરિઅન્ટ મળી આવ્યું નથી. સંક્રમણ મેટ્રો સિટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારો સુધી સામિત છે.



આ દરમિયાન આજે દેશમાં કોરોનાના નવા 8084 કેસ નોંધવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,32,30,101 થઇ ગઇ છે. ચાર મહિના પછી દૈનિક પોઝિટીવ રેટ ત્રણ ટકાને પાર થઇ ગયો છે. વધુ 10 લોકોનાં મોત નોંધાતા અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને વધીને 5,24,771 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 3482 કેસોનો વધારો થયો છે.



દૈનિક પોઝિટીવ રેટ વધીને 3.24 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ વધીને 2.21 ટકા થઇ ગયો છે. કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને 195.95  કરોડને પાર થઇ ગઇ  છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 10 મોત પૈકી કેરળમાં ત્રણ, દિલ્હીમાં ત્રણ, મહારાષ્ટ્રમાં બે તથા મિઝોરમ અને પંજાબમાં એક-એક મોત નોંધવામાં આવ્યું હતું.



આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે, કોરોના મહામારી હજુ સુધી સમાપ્ત થઇ ન હોવાથી રાજ્ય સરકારો અને લોકોને એલર્ટ રહેવાની જરૂર છે. જોકે આજે તેમણે રાજ્યોનાં આરોગ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application