Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona Update : તાપી જીલ્લામાં 3 કેસ નોંધાયા, હાલ 15 કેસ એક્ટીવ

  • March 20, 2021 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ 3 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.20મી માર્ચ નારોજ સોનગઢના જુનાગામ-મુસ્લિમ ફળીયામાં 45 વર્ષીય પુરુષ,વાલોડના બુહારીમાં સ્મશાન ભૂમિની સામે 70 વર્ષીય આધેડ અને વ્યારાના મારુતિનગરમાં 60 વર્ષીય વૃધ્ધા મળી કુલ 3 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

 

 

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 925 પર પહોચ્યો છે. આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 869 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 293 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 15 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application