Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની સ્કૂલમાં ફરી એકવાર કોરોનાની થઈ એન્ટ્રી, સ્કૂલ 7 દિવસ માટે કરી દેવાઇ બંધ

  • October 07, 2021 

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતાં ધીમે ધીમે રાહતો આપવામાં આવી રહી છે તેમજ સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની સ્કૂલમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કોરોનાનો કેસ આવતાં સ્કૂલ સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં વધુ એક સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. વિદ્યાકુંજ સ્કૂલનો ધો 8 નો વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. સ્કૂલ 7 દિવસ માટે બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાયા છે. અગાઉ, ગત પાંચમી ઓક્ટોબરે પણ સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાયા હતા. સુરતની એલપી સવાણી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જેને પગલે આરોગ્ય તંત્રે શાળાની બંને પાળી તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી. શાળા એક સપ્તાહ માટે બંધ રાખવાનો આદેશ થતાં જ સંચાલક મંડળમાં દોડધામ મચી ગઇ હતી. શાળાઓમાં ટેસ્ટિંગ વધારાયુ છે. ધોરણ ૧૧ સાયન્સની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ વધુ બે કેસ મળ્યા હતા. એલપી સવાણી સ્કૂલના એક જ વર્ગના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. પાલિકા દ્વારા ત્રણેય વિધાર્થીઓની સોસાયટી કન્ટેન્મેન્ટ જાહેર કરી દેવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application