પુણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં રહેતી બે બહેનોને તેની જ સોસાયટીમાં બે મિત્રોએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બે ત્રણ દિવસ અગાઉ ભગાડી જતા આખરે મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
બનાવની વિગત એવી છે કે પુણાગામ અર્ચના સ્કૂલ પાસે આવેલ સીતારામ સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષ અને ૧૯ વર્ષની બંને બહેનો ગત તા.૭મીના રોજ સવારે દસ વાગ્યાના અરસામાં અચાનક જ ઘરેથી ક્યાંક ચાલી ગઇ હતી. પરિવારજનોએ શોધખોળ કરતા ખબર પડી કે તેમની જ સોસાયટીમાં રહેતા મુળ રાજસ્થાનના બધેસરના દશરથ કૈલાશભાઇ ખટીક અને સુરજ મદનભાઇ ખટીક દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી ગયા છે.
જેથી આખરે આ મામલે દીકરીના પિતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પુણા પોલીસે બંને દીકરીઓ પૈકી ઍકની ઉંમર નાની હોવાના કારણે બંને ઇસમો સામે અપહરણનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500